Archive for June 15, 2012

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

The Unseen India………….

Posted: June 15, 2012 in Collection

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Your Best Friend is………..

Posted: June 15, 2012 in Collection


Your best friend is the one who’s laughed with you, cried with you, and despaired with you. Your best friend is the one who loves and accepts all the strange or quirky things about you. Your best friend is the one who’s shirts are stained with mascara from your tears. Your best friend is the one who can look at you and have a whole conversation without moving their mouth once.

Image

Your best friend is the one who’s seen you at your worst, and said you were the best. Your best friend is the one who fought for and defended you-even when they knew you were wrong. Your best friend is the one who can honestly say “I love you.” and not thinks twice about how it was taken. Your best friend is the one who crashes on your couch at four in the morning. Your best friend is the one who kicked you in the ass and straightened you out when you were about to make a big mistake. Your best friend is the one who knows you inside out. Your best friend is the one who never has to ask- they already know the answer. Your best friend is the one with whom you can’t play twenty questions because they already know the answer to every question. Your best friend is the one who fought with you, missed you, and made up with you after many bitter exchanges were made. Your best friend is the one who stood by your side when you were having a hard time, and always forgave you for being a b*tch. Your best friend is the one who doesn’t expect an apology but deserves one. Your best friend is the one who covered for you to keep you out of serious trouble. Your best friend is the one who never judged you for what you had done, never called you a dirty name because you had been less than good.

Image

Your best friend is the one who is your main partner in crime. Your best friend is the one who will always need you and miss you in times of need when you can’t be there, but knows you would be if it was possible. Your best friend is the one whom you may need most, who will always seek your company, but will push you away to avoid pulling you down with them when they know they can’t win.

– Me. I’m talking about my best bud.

યાહૂનું મેનેજમેન્ટ યાહૂનું ચોક્કસ પોઝિશનિંગ કરવામાં નિષ્ફળ રહ્યું છે. આજે દર મહિને ૭૦ કરોડ લોકો યાહૂની મુલાકાત લે છે, પરંતુ તે સંખ્યા ઘટતી જાય છે.

હજી ત્રણ-ચાર વર્ષ પહેલાં – તમે નોંધ્યું હોય તો – એવી સ્થિતિ હતી કે ઇન્ટરનેટની વાત નીકળતાં એક નામ અચૂક સંભળાતું – યાહૂ.કોમ! તમે નવું નવું કમ્પ્યુટર કે નેટ કનેકશન લીધું હોય કે નેટ કનેકશનમાં કંઈક ગરબડ હોય અને કમ્પ્યુટર એન્જિનિયર તમારે ત્યાં આવીને જરૂરી કામકાજ પતાવીને બધું ઠીકઠાક થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરીને એડ્રેસ બારમાં આંખો મીંચીને કઈ સાઈટનું એડ્રેસ લખતા? ‘યાહૂ.કોમ’! વાત નાની છે, પણ લોકોના દિમાગ પર કઈ વેબસાઇટ રાજ કરે છે એની એ સૌથી બોલકી સાબિતી છે.

Image

હજી આજે પણ કોઈને ઈમેઇલનું એડ્રેસ પૂછો તો જવાબમાં ‘એટ ધ રેટ’ પછી મોટા ભાગે યાહૂ.કોમ જ સાંભળવા મળે (એક આડ વાત – આ @ નિશાની નાણાંના સંદર્ભમાં હોય ત્યારે ‘એટ ધ રેટ’ બોલાય, પણ સાયબરજગતના સંદર્ભમાં તો એ ફક્ત સરનામું દર્શાવે છે, માત્ર ‘એટ’ પૂરતું છે!) આવી જોરદાર પકડ ધરાવતી, ઇન્ટરનેટની કદાચ સૌથી પહેલી કંપની જે એક બ્રાન્ડ તરીકે વિકસી, એ યાહૂના હમણાં માઠા દિવસો ચાલી રહ્યા છે. હમણાં આવેલા સમાચાર મુજબ, કંપનીના નવા સીઈઓએ યાહૂને પોતાની પ્લાનિંગ મુજબ ફરી બેઠી કરવા માટે (બીજા શબ્દોમાં, ખર્ચ ઓછા કરવા માટે) યાહૂના દુનિયાભરમાં પથરાયેલા કુલ ૧૪ હજાર કર્મચારીઓમાં બે હજારને છુટા કરી દેવાનો નિર્ણય કર્યો છે. એ સાથે યાહૂ મુશ્કેલીમાં હોવાની ચર્ચાએ વધુ જોર પકડ્યું છે.

એવું તે શું થયું કે આજે ગૂગલ કે ફેસબુક જે સ્થાને છે ત્યાં પહોંચવાની ક્ષમતા હોવા છતાં યાહૂ અત્યારે સાવ ડગમગી ગયેલી કંપની બની ગઈ?ગૂગલ કે ફેસબુકની જેમ યાહૂની શરૂઆત પણ સ્ટુડન્ટની હોબી સ્વરૂપે થઈ હતી. સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરતા બે વિદ્યાર્થીઓએ તેમને ઉપયોગી અને કામની વેબસાઇટ્સની યાદી બનાવવાની શરૂઆત કરતી. યાદી લંબાતી જ ગઈ, એટલે એમણે એને જુદી જુદી કેટેગરીમાં વહેંચવાની શરૂઆત કરી, પછી સબ-કેટેગરીઝ બનાવતા ગયા… સાઇટ શરૂઆતમાં ‘જેરી એન્ડ ડેવિડ્સ ગાઇડ ટુ ધ વર્લ્ડ વાઇડ વેબ’ તરીકે ઓળખાતી હતી.

યાહૂની સાઇટ પર યાહૂનો ઈતિહાસ દર્શાવતા પેજ પર લખ્યું છે કે યાહૂ નામ મૂળ તો ‘યટ અનધર હાઇરાર્કિકલ ઓફિશિયલ ઓરેકલ’નું ટૂંકનામ હતું, પણ તેના સ્થાપક ડેવિડ ફિલો અને જેરી યેંગનું કહેવું છે કે ‘રુડ અને અનસોફિસ્ટિકેટેડ’ અભિગમ બતાવે એવું યાહૂ નામ તેમણે પસંદ કર્યું. તેમણે તૈયાર કરેલી વેબસાઇટ્સની યાદી જોવા માટે બીજા લોકો પણ હજારોની સંખ્યામાં તેમની સાઇટ પર આવવા લાગ્યા, અને ત્યારે બંનેને ટ્યુબલાઇટ થઈ કે આ તો મોટો બિઝનેસ બની શકે તેમ છે! એ પછી યાહૂ રીતસર વેબદુનિયામાં છવાઈ ગઈ, કંપનીએ અનેક સર્વિસીઝ શરૂ કરી. ૨૦૦૨માં ગૂગલના શરૂઆતના સમયમાં યાહૂએ તેને ખરીદી લેવાની પણ કોશિશ કરી હતી.

યાહૂની અત્યાર સુધીની સફર તપાસીએ તો સમજાય છે કે યાહૂનું મેનેજમેન્ટ યાહૂનું ચોક્કસ પોઝિશનિંગ કરવામાં નિષ્ફળ રહ્યું. કંપની શરૂઆતમાં સોફ્ટવેર કંપની હતી, પણ તેને મીડિયા કંપની તરીકે રજૂ કરવામાં આવી અને યાહૂએ પોતે ન્યૂઝ, મેપ્સ, ફાઇનાન્સ, ગેમ્સ, સ્પોર્ટસ વગેરે વગેરે સેક્ટરમાં કન્ટેન્ટ પેદા કરવા પર ધ્યાન આપ્યું. બીજી તરફ ગૂગલ કે ફેસબુક જેવી સર્વિસને માત્ર એક પ્લેટફોર્મ તરીકે પોઝિશન કરવામાં આવી, જે વેબજગતના અલગ અલગ રિસોર્સિસને એકત્ર કરીને રજૂ કરવાનું કામ કરે. વેબજગતમાં આ ટ્રેન્ડ વધુ ચાલતો જોઈને યાહૂએ પણ એ દિશામાં દોડવાની શરૂઆત કરી, પણ ત્યારે મોડું થઈ ગયું હતું.

થોડો સમય ગૂગલ સહિતની અલગ અલગ કંપનીની સર્ચ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યા પછી તેણે પોતાની સર્ચ ટેક્નોલોજી વિકસાવી, પછી વળી માઇક્રોસોફ્ટ સાથે હાથ મિલાવ્યા. સોશિયલ નેટવર્ક ઊભું કરવાના જાતે અખતરા નિષ્ફળ રહ્યા પછી કંપનીએ ફેસબુક સાથે જોડાણ કર્યું. આ દરમિયાન તેની હરીફ કંપનીઓ સર્ચ, વીડિયોશેરિંગ, ન્યૂઝ, ફોટોશેરિંગ, શોપિંગ વગેરે ક્ષેત્રમાં એક પછી એક નવાં પ્લેટફોર્મ ઊભાં કરતી ગઈ અને યાહૂની સ્થિતિ વધુ ને વધુ બગડતી ચાલી. પરિણામે કંપનીએ તેની અલગ અલગ સર્વિસીઝ કાં તો વેચવા કાઢી કે બંધ કરી.

યાહૂ હજી પણ જાયન્ટ છે, દર મહિને ૭૦ કરોડ લોકો યાહૂની વિઝિટ કરે છે, મેઇલ સર્વિસમાં પણ તે હોટમેઇલ અને જીમેઇલ સાથે ટોપ થ્રીમાં છે, પણ તેની ગતિ ઉપર તરફ હોવાને બદલે નીચેની તરફ થઈ રહી છે.